ભાર વિનાનું ભણતર!
ભાર વિનાનું ભણતર!
પાંચ દાયકા પહેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સંપત્તિ : એક થેલી કે દફતર; તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
મારા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
સ્કૂલે જતા પહેલા ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડીએ. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસીએ. “અણીદાર” બનાવીએ. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર.
સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!
આજે નાનકડા ભૂલકાઓને “ઈન્ફર્મેશન એજ”માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના પામું છું. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; દરેક વિષયના એક-બે પુસ્તકો, દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ... આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! બાળકને આપણે શું આપીએ છીએ?
અમે ભાર વગરનું ભણતર ભણ્યા, જીવનને સમજવાનું જ્ઞાન પણ રળ્યા!!

6 Comments:
At July 28, 2006,
manvant said…
આપની વાત સો ટકા સાચી છે ભાઈ! હવે આકાશ
ફાટ્યું છે ,તેને થિંગડું કોણ દેશે ?
At July 29, 2006,
Siddharth said…
Your writings are amazing. I enjoy it greatly. સુંદર જૂના બાળપણનાં દિવસો યાદ આવે છે.
સિદ્ધાર્થ
At September 04, 2006,
Ketan said…
saras!!! this reminds me of my own primary education. The name of school was mahila mandal...Palanpur.
Missing those great times...
At September 25, 2006,
nilam doshi said…
ભાર વિનાનું ભણતર...આજે એ સમય કયાં?જીવનને જોવાની દ્રષ્ટિ જ આજે બદલાઇ ગઇ નથી?
સંસ્મરણો વાંચવાની મજા આવી.અભિનંદન.અને અનેક શુભેચ્છાઓ.
http://paramujas.wordpress.com
At October 10, 2006,
Rajeshwari Shukla said…
I recollected my memories...Congratulation.
At November 07, 2006,
Anonymous said…
SAAV SAACHI VAAT.....BHANI GANI NE LOKO BHULYA CHHEY BHAAN....JOOTHA AADAMBAR MA JEEVE NE SAMJE POTANE MAHAAN....
AAPNI TO YAADO MA PAN BACHPAN CHHHEY JYARE AJ NA BHULKAO PAASEY FAKT FARIYAAD CHHEY......
Post a Comment
<< Home