જિંદગી વહેતી રહે છે.
.
જિંદગીને પળભર નીરખીએ.
કેટકેટલાં ચિત્રો ઉપસે છે!
કેવાં કેવાં રંગો ઉભરે છે!
જિંદગી ભાત ભાતનાં રંગોથી રંગાયેલી છે.
આશા અને નિરાશા! સફળતા અને વિફળતા!
હર્ષ અને શોક! સુખ અને દુ:ખ!
જે જેનું પ્રારબ્ધ! જેવું જેનું નસીબ!
જીવનની ઘટમાળ અવિરત ચાલ્યા જ કરે છે.
આપ તેને ચાહો કે ન ચાહો, જિંદગી વહેતી જ રહે છે.
હેમંત, ગ્રીષ્મ અને વર્ષા ..... ઋતુઓ બદલાતી રહે છે.
જીવન વહેતું જ રહે છે.
ઘટનાઓ બનતી રહે છે. પરિવર્તનો થતાં રહે છે.
ત્યારે તો આપ સમય-ચક્રને જાણી શકો છો.
ઘટનાઓ વિચારોનાં વમળો પેદા કરે છે.
વિચારો કેવાં ઝકઝોરી દે છે!
ક્યારેક આપને અતીતમાં લઈ જાય છે, ક્યારેક ભવિષ્યમાં!
વિચારો આપને સતર્ક કરે છે-
સમય પરત્વે, ઘટનાઓ પરત્વે, સંબંધો પરત્વે!
આપ વર્તમાન-ભૂત-ભવિષ્ય વિષે વિચારવા લાગો છો.
ઘટનાઓનાં લેખાં-જોખાં કરવા લાગો છો!
સંબંધોનાં સમીકરણ માંડવા લાગો છો!
અને જિંદગી વહેતી રહે છે.
કંઈક અનુભવ અને અવલોકન!
કંઈક વિચાર અને કલ્પનાશીલતા!
તેનાથી જ તો માનવજીવનમાં રંગો પૂરાતાં રહે છે!અહીં આપણે જીવનના આ રંગોને માણતાં રહીશું!
.
જિંદગીને પળભર નીરખીએ.
કેટકેટલાં ચિત્રો ઉપસે છે!
કેવાં કેવાં રંગો ઉભરે છે!
જિંદગી ભાત ભાતનાં રંગોથી રંગાયેલી છે.
આશા અને નિરાશા! સફળતા અને વિફળતા!
હર્ષ અને શોક! સુખ અને દુ:ખ!
જે જેનું પ્રારબ્ધ! જેવું જેનું નસીબ!
જીવનની ઘટમાળ અવિરત ચાલ્યા જ કરે છે.
આપ તેને ચાહો કે ન ચાહો, જિંદગી વહેતી જ રહે છે.
હેમંત, ગ્રીષ્મ અને વર્ષા ..... ઋતુઓ બદલાતી રહે છે.
જીવન વહેતું જ રહે છે.
ઘટનાઓ બનતી રહે છે. પરિવર્તનો થતાં રહે છે.
ત્યારે તો આપ સમય-ચક્રને જાણી શકો છો.
ઘટનાઓ વિચારોનાં વમળો પેદા કરે છે.
વિચારો કેવાં ઝકઝોરી દે છે!
ક્યારેક આપને અતીતમાં લઈ જાય છે, ક્યારેક ભવિષ્યમાં!
વિચારો આપને સતર્ક કરે છે-
સમય પરત્વે, ઘટનાઓ પરત્વે, સંબંધો પરત્વે!
આપ વર્તમાન-ભૂત-ભવિષ્ય વિષે વિચારવા લાગો છો.
ઘટનાઓનાં લેખાં-જોખાં કરવા લાગો છો!
સંબંધોનાં સમીકરણ માંડવા લાગો છો!
અને જિંદગી વહેતી રહે છે.
કંઈક અનુભવ અને અવલોકન!
કંઈક વિચાર અને કલ્પનાશીલતા!
તેનાથી જ તો માનવજીવનમાં રંગો પૂરાતાં રહે છે!અહીં આપણે જીવનના આ રંગોને માણતાં રહીશું!
.
3 Comments:
At June 29, 2006,
urmisaagar.com said…
Nav-Sudharakji, Namaste!
Today I visited your blogs first time... they really nice!
ખૂબ જ સુંદર લખ્યું છે. જિંદગી ખરેખર વહેતી જ રહે છે... એક નદીની માફક! ફર્ક એટલો જ છે કે નદીની જેમ એના પર બંધ નથી બાંધી શકાતો!
ઉર્મિ સાગર
https://urmi.wordpress.com
At June 29, 2006,
urmisaagar.com said…
I think I have mis-spelled your name in my last comment... I am very sorry for that.
Urmi Saagar
http://urmi.wordpress.com
At July 11, 2006,
Anonymous said…
hello sir,
This post was really nice.i am really very bad in reading gujarati.but whatever i read was very very nice.you have some positive energy that it lead to forget bad times.
thank you
sir.
Post a Comment
<< Home