ફાંકો ઉતારી દીધો!
બંદા ચોથા ધોરણમાં બુદ્ધિપ્રતિભામાં ઝળક્યા ને દયાશંકર દાદાજીએ “મોનિટર”ની રૂઆબદાર પદવી આપી દીધી!
પછી તો, રાજ્જા! કાંઈ બાકી રહે? બંદા એક વેંત ઉપર થઈ ગયા!
બે પિરીયડ વચ્ચે ક્લાસ ‘કંટ્રોલ’ કરવો; શિસ્ત જાળવવી, સહાધ્યાયીઓને ચૂપચાપ બેસાડી રાખવા; વાતો કરે તેને ક્લાસ-બહાર ઊભા કરવાની શિક્ષા કરવી ..... ભારે સત્તા મળી ગઈ!
બીજા જ અઠવાડિયાની વાત. બેલ વાગ્યો. દાદાજી હજી આવ્યા ન હતા.
સવારની વર્ગ-પ્રાર્થનાનો બેલ વાગ્યો ને આપણા ક્લાસમાં પ્રાર્થના શરૂ.
‘મોનિટર સાહેબ’નું સુપરવિઝન શરૂ!! ક્લાસમાં આંટા મારતા મારતા બધા પર નજર રાખવાની ને જેની આંખો ખુલ્લી હોય તેની આંખો બંધ કરાવવાની. ન સાંભળે તો ઘાંટો પાડીને પણ... ભાઈ, આ તો સત્તાનો નશો! અંધ કરી દે. (દિલ્હી હોય કે ગાંધીનગર કે ચોથું ધોરણ ... એ નશો બધે સરખો!)
અચાનક કોઈએ હાથ ઝાલી ક્લાસ બહાર ખેંચ્યો! કોની હિંમત થઈ મોનિટરનો હાથ ખેંચવાની? નજર ઊંચી કરી તો દાદાજી. ભવાં ખેંચાઈ ગયેલાં!
“કાં આંટા મારે છે?”
મને લાગ્યું કે દાદાજીને ગેર-સમજૂતિ થઈ લાગે છે ... ભૂલી ગયા લાગે છે.
”સાહેબ, મોનિટર છું. આપે જ બનાવ્યો ગયા અઠવાડિયે ...”
“પ્રાર્થના ચાલે છે, નથી ખબર?”
“સાહેબ એટલે જ તો ... મોનિટર ...”
દાદાજીની આંખોમાં રોષ પ્રગટવા લાગ્યો.
“મોનિટર છું તો શું થઈ ગયું? ભગવાનથી તો મોટો નથી થઈ ગ્યો?”
અને ગુસ્સાભર્યા દાદાજીના એ શબ્દોએ ....
‘મોનિટર સાહેબ’નો ફાંકો ઉતારી દીધો. જીવન ભર માટે!
પછી તો જિંદગીમાં – અભ્યાસપ્રવૃત્તિમાં - ‘જોબ’માં અનેક માન-સમ્માન મળ્યાં, પણ મજાલ છે નશો ચઢે!
જરાક ડગાય કે દાદાજીના રોષભર્યા શબ્દો યાદ આવે :
.
3 Comments:
At September 21, 2006,
Anonymous said…
Really appriciable....We must salute your grandfather who was so firm in developing the values of life.
At March 07, 2007,
Anonymous said…
સરસ વાત.
મારા કલાસમાં પણ આ જ વાત માટે મોનીટરને ખીજાયેલ તે યાદ આવી ગયું.શબ્દો જુદા હતા.પણ વાત આજ હતી.ભૂલ થાય એટલે પહેલી સજા મોનીટરને જ થાય ને?
At March 31, 2007,
Anonymous said…
YOUR POST SERVES AS A GUIDE TO TODAY'S PARENTS
Post a Comment
<< Home