આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Tuesday, June 13, 2006

મારી માતા

.

અમે તેમને ‘બા’ કહેતાં.

બા નખશિખ સૌજન્યમૂર્તિ! એવાઁ તો પ્રેમાળ!
વર્ષો વીતી ગયાં બાના સ્વર્ગવાસને!
પરંતુ આજે ય તેમની સ્મૃતિ આંખો ભીની કરે છે.


અત્યારે ઘડીભર મારી આ પ્રૌઢાવસ્થા પીગળી જાય છે અને તેમાંથી બાળપણ ખડું થાય છે.

અતીતનાં દ્રષ્યો!
સમજ-અણસમજ વચ્ચે પલતું બાળપણ!
અને એ બાળપણને પોષતો, અનરાધાર વરસતો માતૃપ્રેમ!
બાનાં જતનથી જીવનની પાંખડીઓ પાંગરવા લાગી!

બાએ જીવનની સૂરીલી સરગમની પિછાણ કરાવી!
બાનો સ્પર્શ: પ્રેમની પવિત્ર કોમળતા!
બાનું સ્મિત: અસ્ખલિત વહેતી સ્નેહ-સરવાણી!
બાની વાણી: માનવ-સંસ્કારની અભિવ્યક્તિ!
બાનું સાન્નિધ્ય: મેં નિર્મોહ સંબંધની ઉષ્મા જાણી!
અને બાનો ખોળો: મેં સંસારમાં દુર્લભ હૂંફાળી સુરક્ષા માણી!


એ સ્પર્શ, સ્મિત, વાણી! એ સાન્નિધ્ય! એ ખોળો!
તેને સહારે મારું બાળપણ પોષાયું!
અને તે થકી મારું જીવન-ઘડતર પણ થયું!


બા! તમારા કેટ-કેટલા ઉપકાર!
કૃતજ્ઞતાથી , ભક્તિભાવથી શત શત વંદન!


.

1 Comments:

  • At July 11, 2006, Blogger gunjan said…

    hello sir,
    i can really visualise by reading your post.but i think you r the lucky person and i want everyone to be such lucky but i am not so but yes by reading your post i will try to become somewhat
    like such mother.why is it so that a "Mothers"figure is differnt for you and me after all a mother is mother.

     

Post a Comment

<< Home